1

GUJARATI QUESTION ANSWER

601 મધ્યકાલીન ગુજરાતી સાહિયમાં ‘આખ્યાન શિરોમણિ’ કોણ ગણાય છે ? Ans: પ્રેમાનંદ

602 દલપતરામના એક જાણીતા નાટકોનું નામ આપો. Ans: મિથ્યાભિમાન

603 દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ગુજરાતમાં કયાં આવેલી છે ? Ans: જામનગર

604 ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કઇ છે ? Ans: કરણ ઘેલો

605 ‘જમો થાળ જીવન જાઉં વારી…’ ભાવવાહી રચના કોણે કરી છે ? Ans: ભૂમાનંદ સ્વામી

606 મહીપતરામ નીલકંઠે બ્રહ્મોસમાજના પગલે કઈ સંસ્થાની સ્થાપના કરી? Ans: પ્રાર્થના સમાજ

607 વિશ્વભરમાં વખણાતી કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ પાકે છે ? Ans: જૂનાગઢ

608 ખો-ખોની રમતના પ્રસિદ્ધ ગુજરાતી મહિલા ખેલાડીનું નામ જણાવો. Ans: ભાવના પરીખ

609 વસતીની દૃષ્ટિએ ગુજરાતનું સૌથી મોટું શહેર કયું છે ? Ans: અમદાવાદ

610 અમદાવાદ – મુંબઇ વચ્ચે રેલવે લાઇન કયારે બની હતી? Ans: ૧૮૬૦ – ૬૪

611 સૌ પ્રથમ મૂક ગુજરાતી ફિલ્મ કયારે બની? કઈ સાલમાં? Ans: કૃષ્ણ સુદામા- 1920

612 ગાંધી જયંતી (૨ ઓકટોબર) દુનિયાભરમાં બીજા કયા નામે પણ ઉજવાય છે? Ans: આંતરરાષ્ટ્રીય અહિંસા દિન

613 કચ્છનો કયો પ્રદેશ હરિયાળા પ્રદેશ તરીકે જાણીતો છે ? Ans: મુંદ્રા

614 જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ કયાં થયો હતો ? Ans: માંડલી

615 ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત ‘વ્યકિત ઘડતર’ પુસ્તકના લેખક કોણ છે? Ans: ફાધર વાલેસ

616 ગુજરાતમાં કયા રાજવીએ વિનામૂલ્યે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું ? Ans: સયાજીરાવ ગાયકવાડ

617 સોલંકી વંશનો સૌથી વધુ પરાક્રમી, હિંમતવાન અને મુત્સદ્દી રાજવી કોણ હતો? Ans: સિદ્ધરાજ જયસિંહ

618 ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર

619 C.E.E.નું પૂરું નામ જણાવો. Ans: સેન્ટર ફોર એન્વાયરમેન્ટ એજયુકેશન (અમદાવાદ)

620 ગાંધીજીએ ભાવનગરની કઇ કોલેજમાં અભ્યાસ કર્યો હતો? Ans: શામળદાસ કોલેજ

621 અમદાવાદ અને કંડલા કયા નંબરના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી જોડાયેલાં છે ? Ans: રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૮-એ

622 ભારતના અણુ કાર્યક્રમના પિતા કોણ છે? Ans: ડૉ. હોમી ભાભા

623 પ્રેમાનંદ માટે ‘A Prince of Plagiarists’ – આવું વિધાન કોણે કર્યુ છે ? Ans: કનૈયાલાલ મુનશી

624 ભારતના સૌથી જૂના પ્રાણીસંગ્રહાલય સક્કરબાગ (જૂનાગઢ)ની સ્થાપના કઇ સાલમાં કરાઇ હતી? Ans: ઇ.સ. ૧૮૬૩

625 વનસ્પતિના સંવર્ધન અને સંશોધન માટે ગુજરાતમાં સૌથી મોટો બોટેનિકલ ગાર્ડન કયાં આવેલો છે? Ans: વઘઈ

626 સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી ‘શિક્ષાપત્રીની’ રચના કોણે કરી હતી ? Ans: સહજાનંદ સ્વામી

627 ગુજરાતના કયા સ્વાતંત્રવીર ‘દરબાર’ ના ઉપનામથી જાણીતા છે? Ans: ગોપાળદાસ

628 ‘કવિતા આત્માની અ-મૃત કલા છે’ – તેવું કયા વિવેચકે કહ્યું છે? Ans: આનંદશંકર બાપુભાઇ ધ્રુવ

629 ગીરા ધોધ કયા જિલ્લામાં આવેલો છે? Ans: ડાંગ

630 વડોદરામાં આવેલા કિર્તીમંદિરનું નિર્માણ કઇ સાલમાં થયું હતું? Ans: વર્ષ ૧૯૩૩

631 અમદાવાદમાં ગુજરાતની પ્રથમ પદ્ધતિસરની ટંકશાળ કયાં શરૂ થઇ હતી? Ans: કાલુપુર

632 અમદાવાદમાં રાયપૂર પાસે કયા વાઇસરોય પર બોંબ ફકવામાં આવ્યો હતો? Ans: લોર્ડ મીન્ટો

633 ભારતમાં સૌથી વધુ મગફળી ઉત્પાદન કરતો જિલ્લો કયો છે? Ans: જૂનાગઢ

634 કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ? Ans: દામોદર ખુશાલદાસ બોટાદકર

635 ‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે? Ans: રમણલાલ સોની

636 ઘેડ પંથક કયા જિલ્લામાં આવેલો છે ? Ans: જુનાગઢ

637 કયા પક્ષી વિશે એવી ખોટી માન્યતા છે કે તેઓ વરસાદનું જ પાણી પી શકે છે? Ans: બપૈયા અથવા પપીહા

638 કાકાસાહેબ કાલેલકરે લખેલ ‘જીવનનો આનંદ’ અને ‘રખડવાનો આનંદ’ ગ્રંથનો સાહિત્યપ્રકાર જણાવો. Ans: લલિત નિબંધ

639 શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: શ્રી મગનભાઇ દેસાઇ પુરસ્કાર

640 વર્લ્ડ ચિલ્ડ્રન ચેસ ચેમ્પિયનશીપ જીતનાર સૌ પ્રથમ ગુજરાતી કોણ છે? Ans: રિદ્ધિ શાહ

641 હિંદ છોડો આંદોલન દરમિયાન ગુજરાત કૉલેજમાં તિરંગો લહેરાવવા જતાં કોણે શહીદી વહોરી? Ans: વિનોદ કિનારીવાલા

642 ‘પેન્સિલ કલર અને મીણબત્તી’ નાટકના લેખક કોણ છે? Ans: આદિલ મન્સુરી

643 ગુજરાતની કઇ નદી પર કલાત્મક છત્રીઓ ધરાવતો સો વર્ષ જૂનો પૂલ આવેલો છે ? Ans: વિશ્વામિત્રી

644 ગુજરાતનું કયું બંદર ‘બંદર-એ-મુબારક’ તરીકે ઓળખાતું હતું? Ans: સુરત

645 શ્રયંક મહાકાવ્ય તરીકે નવાજવામાં આવેલું ‘શિશુપાલ વધ’ કયા ગુજરાતી મહાકવિએ રચેલું છે? Ans: મહા કવિ માઘ

646 રવિશંકર મહારાજનું મુખ્ય સૂત્ર કયું હતું? Ans: ઘસીને ઘસીને ઊજળા થઇએ

647 કયા ૠષિએ ભરૂચ શહેર વસાવ્યું હતું તેમ માનવામાં આવે છે? Ans: મહર્ષિ ભૃગુ

648 ભકત કવિયત્રી મીરાં કઈ સાલમાં ગુજરાતની દ્વારિકા નગરીમાં આવીને વસ્યાં હતાં? Ans: ઈ.સ.૧૫૩૭

649 ડિઝાઇન માટેની કઇ વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા ગુજરાતમાં આવેલી છે? કયાં? Ans: નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડીઝાઇન- અમદાવાદ

650 હિંદ છોડો આંદોલન દરમ્યાન ગુજરાત કોલેજમાં કોણ શહીદ થયું હતું? Ans: વિનોદ કિનારીવાલા

651 કોની આગેવાની હેઠળ વડોદરા શહેરમાં કલાભવનની સ્થાપના થઇ હતી? Ans: ત્રિભુવનદાસ ગજજર

652 સંત સવૈયાનાથનું સ્થાનક કયાં આવેલું છે? Ans: ઝાંઝરકા

653 કચ્છની ઉત્તરવાહિની નદીઓ કયાં લુપ્ત થાય છે ? Ans: કચ્છના રણમાં

654 અપર્ણા પોપટ કઇ રમત સાથે સંકળાયેલા મહિલા ખેલાડી છે ? Ans: બેડમિન્ટન

655 ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે ? Ans: દાહોદ

656 સરદાર પટેલનું સૌથી મોટું મ્યુઝિયમ ગુજરાતમાં કયાં બનાવવામાં આવ્યું છે ? Ans: અમદાવાદ (જૂનું રાજભવન)

657 ભારતનું એકમાત્ર કોઇન મ્યુઝિયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

658 પંચમહાલ ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી? Ans: ઠક્કરબાપા

659 અમદાવાદ શહેર મધ્યે મુસ્લિમ સાહિત્યને સાચવતી કઇ લાયબ્રેરી આવેલી છે? Ans: પીર મુહમ્મદશાહ લાયબ્રેરી

660 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં

661 ગુજરાતનું કયું શહેર ‘મક્કાનું પ્રવેશદ્વાર’ ગણાતું હતું? Ans: સુરત

662 ‘જયાં જયાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ – આ પ્રસિદ્ધ કાવ્ય કોણે રચ્યું છે? Ans: અરદેશર ખબરદાર

663 સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ગુજરાતમાં થયેલો સૌપ્રથમ સત્યાગ્રહ કયો હતો ? Ans: ખેડા સત્યાગ્રહ

664 કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ? Ans: કાન્હડદે પ્રબંધ

665 ગુજરાતમાં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે? Ans: ટીપ્પણી

666 ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા? Ans: ઇન્દુમતીબેન શેઠ

667 મહાત્મા ગાંધીજીને અંજલિ આપતું ‘હરિનો હંસલો’ કાવ્યનાં સર્જકનું નામ આપો. Ans: બાલમુકુંદ દવે

668 ગુજરાતમાં રથયાત્રાનો સૌથી મોટો ઉત્સવ કયાં ઉજવાય છે ? Ans: અમદાવાદ

669 આશાવલ કોણે જીતી લેતા તેનું નામ કર્ણાવતી રાખવામાં આવ્યું? Ans: કર્ણદેવ સોલંકી

670 ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા કઇ છે? Ans: મારી હકીકત

671 ગેસ આધારિત ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાત દેશભરમાં કેટલામું સ્થાન ધરાવે છે? Ans: પ્રથમ

672 ગુજરાત રાજયનો વિસ્તાર કેટલો છે? Ans: ૧,૯૬,૦૨૪ ચો.કિ.મી.

673 ગુજરાતમાં સૌથી વધુ લઘુ ઉદ્યોગ એકમો કયા જિલ્લામાં આવેલા છે ? Ans: અમદાવાદ

674 બનાસ નદીનું પ્રાચીન નામ શું છે ? Ans: પર્ણાશા

675 અમદાવાદમાં બંધાયેલા કયા લોખંડના પુલને હજી સુધી કાટ લાગ્યો નથી ? Ans: એલિસબ્રીજ

676 ગુજરાત રાજયનો કુલ વનવિસ્તાર કેટલો છે? Ans: ૧૮,૯૯૯.૫૧ ચો. કિ.મી.

677 રંગ અવધૂત મહારાજનો જન્મ કયાં થયો હતો? Ans: ગોધરા

678 ‘કાગવાણી’ના રચયિતા કોણ હતા? Ans: દુલા ભાયા કાગ

679 મહેન્દ્ર મેઘાણી સંપાદિત કઇ ગુજરાતી ગ્રંથ શ્રેણી બેસ્ટસેલર બની હતી? Ans: અરધી સદીની વાચનયાત્રા-ભાગ ૧થી ૪

680 ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬

681 સાબરમતી નદી પર બંધાયેલો ધરોઈબંધ કયા તાલુકામાં આવેલો છે ? Ans: સતલાસણા

682 સ્વતંત્રતા બાદ કયા નેતાએ દેશી રાજયોના વિલીનીકરણ માટે મહત્ત્વની ભૂમિકા ભજવી ? Ans: સરદાર વલ્લભભાઈ પટેલ

683 કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી? Ans: સાધના સાપ્તાહિક

684 ગ્રેફાઈટના ઉત્પાદનમાં ગુજરાત રાજય ભારતમાં કયા ક્રમે છે ? Ans: ત્રીજા

685 ગુજરાતના કયા મહાન રાજવીને દત્તક લેવામાં આવ્યાં હતા? Ans: સયાજીરાવ ગાયકવાડ

686 હિંદુ અને મુસ્લિમ બંને ધર્મના ભાવિકોને સમાન રીતે આકર્ષતી હસનપીરની પવિત્ર દરગાહ કયાં આવેલી છે? Ans: દેલમાલ

687 આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત પર સંશોધન કાર્ય કરનાર ગુજરાતી ગણિતજ્ઞ ડૉ. પી.સી. વૈદ્યનું સંશોધન કાર્ય કયા નામે પ્રચલિત છે? Ans: વૈદ્ય મેટ્રીકસ

688 ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ

689 કવિ કાન્તનું મૂળ નામ શું હતું? Ans: મણીશંકર રત્નજી ભટ્ટ

690 લંડનના આલ્બર્ટ હોલમાં અવિનાશ વ્યાસનું કયું ગીત સાંભળીને ગુજરાતી સાથે અંગ્રેજો પણ નાચી ઉઠ્યા હતા? Ans: ‘તારી વાંકી રે પાઘલડીનું…’

691 કવિ નર્મદે પ્રથમ વ્યાખ્યાન કયા વિષય પર અને કયાં આપ્યું હતું? Ans: મંડળી મળવાથી થતા લાભ – મુંબઇ

692 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન

693 કયા પ્રાણીના સંરક્ષણાર્થે વેળાવદર અભ્યારણ્યની સ્થાપના કરાઇ હતી ? Ans: કાળિયાર

694 નડિયાદમાં હરિ ઓમ આશ્રમ શરૂ કરનાર સંત કયા હતા? Ans: સંત પૂજય શ્રી મોટા

695 ‘સોરઠ તારાં વહેતાં પાણી’ ના રચયિતાનું નામ આપો. Ans: ઝવેરચંદ મેઘાણી

696 કાચબા – કાચબીનાં જાણીતા ભજનના રચયિતા કોણ છે? Ans: કવિ ભોજા ભગત

697 ગુજરાતમાં અનાથ આશ્રમની પ્રવૃત્તિ શરૂ કરનાર સૌપ્રથમ સુધારક કોણ હતા? Ans: મહિપતરામ રૂપરામ

698 પવિત્ર યાત્રાધામ ડાકોરના મંદિર પાસે કયું તળાવ આવેલું છે? Ans: ગોમતી તળાવ

699 સયાજીરાવ મ્યુઝીયમ કયાં આવેલું છે ? Ans: વડોદરા

700 ગુણવંતરાય આચાર્યની દરિયાઇ સાહસની કઇ પ્રસિદ્ધ નવલકથા છે? Ans: દરિયાલાલ

701 ભૂજના ભૂજિયા કિલ્લામાં કયું પ્રાચીન મંદિર આવેલું છે? Ans: ભુજંગ મંદિર

702 સાબરમતી નદીની કાંઠે કયા મહાન ભારતીય ઋષિએ અસ્થિ ત્યાગ કર્યો હતો? Ans: દધિચી

703 ગુજરાતના કયા જિલ્લાને સૌથી વધુ લાંબો સાગર કિનારો મળ્યો છે ? Ans: જામનગર

704 ન્યુકિલયર ઈલેકિટ્રસિટી પેદા કરવામાં ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલામું છે? Ans: દ્વિતીય

705 સાબરકાંઠા જિલ્લાની મુખ્ય નદી કઇ છે ? Ans: હાથમતી

706 ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી કઇ છે? Ans: ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ

707 કાળો ડુંગર ગુજરાતમાં કયાં આવેલો છે? Ans: કચ્છ

708 પાશુપત ધર્મના સ્થાપકનું નામ જણાવો. Ans: લકુલેશજી

709 કયા ગુજરાતી લેખકે ખગોળશાસ્ત્ર વિષે ગુજરાતીમાં પુસ્તકો રચ્યાં? Ans: જીતેન્દ્ર જટાશંકર રાવલ

710 જાતવાન કાઠિયાવાડી ઘોડાઓનું સંશોધન કેન્દ્ર કયાં છે ? Ans: જૂનાગઢ

711 ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? Ans: હરસિદ્ધભાઇ દિવેટિયા

712 ગુજરાતી સાહિત્યનાં પ્રસિદ્ધ નવલકથાકાર ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ કયાં થયો હતો ? Ans: નડિયાદ

713 સુરત જિલ્લાની કઇ નદી પર હાઈડ્રોઈલેકટ્રીસિટી સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે? Ans: તાપી

714 પૃથ્વી છંદને પ્રવાહી બનાવવાનો પ્રયોગ કયા કવિએ કર્યો છે? Ans: બળવંતરાય ક. ઠાકોર

715 સ્નેહરશ્મિને કઈ પત્રિકા છાપવા બદલ નવ માસ જેલની સજા થયેલી ? Ans: સત્યાગ્રહ

716 ગુજરાતના કયા શહેરમાં કલાત્મક વાસણોનું સંગ્રહસ્થાન આવેલું છે? Ans: જામનગર

717 કયો રોજો ગુજરાતમાં સૌથી વિશાળ અને કલાત્મક રોજા તરીકેની ખ્યાતિ ધરાવે છે? Ans: સરખેજનો રોજો

718 ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? Ans: ગાંધીનગર

719 શેર ખાન બાબીએ જૂનાગઢમાં બાબીવંશની સ્થાપના કયારે કરી? Ans: ઇ.સ. ૧૭૪૭

720 ગુજરાતમાં કેન્સરના નિદાન અને તાત્કાલિક સારવાર માટેના મોબાઈલ હૉસ્પિટલ પ્રોજેકટનું નામ શું છે? Ans: સંજીવની રથ

721 અમદાવાદ કયા સમયગાળા દરમ્યાન ગુજરાતનું પાટનગર રહ્યું? Ans: ૧૯૬૦ થી ૧૯૭૦

722 ગુજરાતમાં ‘ગૅસ ક્રૅકર પ્લાન્ટ’ કયાં આવેલો છે ? Ans: હજીરા

723 ભવાઈ મંડળીના મુખ્ય વ્યકિત(મોવડી)ને કયા નામે ઓળખવામાં આવે છે? Ans: નાયક

724 સરદાર સરોવર બંધનું શિલ્પરોપણ કોણે કર્યુ હતું ? Ans: પંડિત જવાહરલાલ નહેરુ

725 ‘આ નભ ઝુકયું તે કાનજી…’ ગીતના રચયિતા કોણ છે? Ans: પ્રિયકાન્ત મણિયાર

726 ગુજરાતમાં વેદમંદિરોના સ્થાપક કોણ હતા? Ans: સ્વામી ગંગેશ્વરાનંદજી

727 ગુજરાતમાં સાક્ષરતા દર કેટલો છે? Ans: ૭૯.૮ ટકા

728 ‘ગુજરાતનો તપસ્વી’ કાવ્ય કોણે લખ્યું છે? Ans: કવિ ન્હાનાલાલ

729 સ્વતંત્ર ગુજરાતના ઉદઘાટક રવિશંકર મહારાજનું જીવનચરિત્ર કોણે લખ્યું છે? Ans: બબલભાઇ મહેતા

730 કઇ સાલમાં અંગ્રેજો દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ ૧૦ ગુજરાતી શાળાઓ સ્થાપવામાં આવી? Ans: ઇ.સ. ૧૮૨૬

731 પાલનપુર નજીક કયો રીસોર્ટ આવેલો છે ? Ans: બાલારામ રીસોર્ટ

732 વિજ્ઞાનક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? Ans: ડૉ. વિક્રમ સારાભાઇ પુરસ્કાર

733 ગુજરાત રાજયની મુખ્ય ભાષા કઇ છે? Ans: ગુજરાતી

734 ‘અર્વાચીન યુગના અરૂણ’ તરીકે સુધારકયુગમાં કયા સર્જકને બિરદાવવામાં આવ્યા છે? Ans: કવિ નર્મદાશંકર લાલશંકર દવે

735 ‘હરિનો મારગ છે શૂરોનો, નહીં કાયરનું કામ જોને’ – આ પદની રના કરનાર કોણ છે ? Ans: કવિ પ્રીતમ

736 નર્મદની કાવ્યભાવના પર કયા પશ્ચિમી સાહિત્યકારનો પ્રભાવ જોવા મળે છે? Ans: કવિ વડર્ઝવર્થ

737 નારાયણ દેસાઇ લિખિત ગાંધીજીના બૃહદ્ જીવનચરિત્રનું નામ શું છે? Ans: મારું જીવન એ જ મારી વાણી

738 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત

739 કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી? Ans: જયશંકર સુંદરી

740 ગુજરાતમાં નેનો કાર બનાવવાનો પ્લાન્ટ કયાં આવેલો છે? Ans: સાણંદ

741 હિંદની પ્રજાને સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય કરવા માટે ગાંધીજીએ ભારતમાં સૌપ્રથમ કયું અંગ્રેજી અખબાર શરૂ કર્યું? Ans: યંગ ઈન્ડિયા

742 અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઈવે કઈ સાલમાં શરૂ થયો ? Ans: વર્ષ ૨૦૦૩

743 ગુજરાતના કયા લોકનૃત્યનું નામ સંસ્કૃત શબ્દ ‘ગર્ભદીપ’ પરથી ઉતરી આવ્યું છે? Ans: ગરબા

744 ગુજરાતમાં અક્ષરધામ મંદિર કયાં આવેલું છે ? Ans: ગાંધીનગર

745 ગુજરાતની સૌપ્રથમ ઉત્તર બુનિયાદી શાળાની સ્થાપના કોણે કરી હતી? Ans: બબલભાઈ મહેતા

746 કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? Ans: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)

747 ગુજરાતની કઇ યુનિવર્સિટીનો ગુંબજ બીજાપુરના ગોળગુંબજ બાદ સમગ્ર ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો ગુંબજ ગણાય છે? Ans: એમ. એસ. યુનિવર્સિટી-વડોદરા

748 ગુજરાતના કયા પર્વતનો આકાર સૂતેલા શિવના મુખ જેવો છે? Ans: ગિરનાર

749 ગુજરાતનું રેલવે સુરક્ષાદળનું તાલીમ કેન્દ્ર કયાં આવેલું છે ? Ans: વલસાડ

750 સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઇ છે ? Ans: ભાદર

751 ભાવનગરની સ્થાપના કોણે કરી હતી? Ans: મહારાજા ભાવસિંહજી ગોહિલ

752 ‘સિંહાસન બત્રીસી’ કોની કૃતિ છે? Ans: રમણલાલ સોની

753 કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? Ans: ભુજ

754 અમદાવાદમાં સૌપ્રથમ મિલ માલિક સંગઠનની રચના કોણે કરી હતી? Ans: રણછોડલાલ છોટાલાલ

755 ગાંધીજીનું સ્વરાજ અંગેનું ચિંતન કયા પુસ્તકમાં આલેખાયેલું છે? Ans: હિંદ સ્વરાજ

756 આર્યસમાજની સ્થાપના કોણે કરી હતી? Ans: સ્વામી દયાનંદ સરસ્વતી

757 સહજાનંદ સ્વામી કયાંના વતની હતા ? Ans: છપૈયા

758 કવિ વીરસિંહ રચિત એકમાત્ર કૃતિનું નામ જણાવો. Ans: ઉષાહરણ

759 ગુજરાતના કયા રાજવીની સુપુત્રી શમ્મીકપૂર સાથે પરણ્યા છે? Ans: ભાવનગરના કૃષ્ણકુમારસિહજીના સુપુત્રી

760 ગુજરાતમાં કયા સમયના ખડકસ્તર ખનીજસમૃદ્ધ છે ? Ans: પ્રિ-કેમ્બ્રિયન

761 કન્યા કેળવણી ક્ષેત્રે ગુજરાત સરકારે શરૂ કરેલ યોજનાનું નામ જણાવો. Ans: કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ

762 ગુજરાત રાજયની રચનાકાળે (૧૯૬૦) કયા જાણીતા કવિએ ‘ગુજરાત સ્તવનો’ નામની કાવ્યરચના ગુજરાતને સર્મિપત કરી હતી? Ans: ઉમાશંકર જોશી

763 કયા ગુજરાતીને આંતરરાષ્ટ્રીય અણુ કાઊન્સીલ (વિયેના)ના ચેરમેન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું? Ans: ડૉ. મધુકર મહેતા

764 પૂજય મોટાએ લોકોને કયા મંત્રની સાધના કરવા કહ્યું? Ans: હરિ ૐ

765 લાકડીનાં બે દંડા વડે રમાતો રાસ કયા નામે ઓળખાય છે? Ans: લકુટા રાસ

766 સંત ઘોરા ભગતના પદો કયા નામથી જાણીતા હતા? Ans: કાફી

767 કેન્દ્રીય ધારાસભાનાં પ્રથમ ભારતીય અધ્યક્ષ પ્રથમ ગુજરાતી કોણ હતા? Ans: વિઠ્ઠલભાઇ પટેલ

768 ડચ લોકોએ ગુજરાતમાં કઇ સાલમાં વ્યાપારી થાણું સ્થાપ્યું હતું? Ans: ઇ.સ. ૧૬૦૬

769 ગુજરાતમાંથી કયો રાષ્ટ્રીય ઘોરી માર્ગ પસાર થાય છે? Ans: રાષ્ટ્રીય ઘોરી માર્ગ નં.૮

770 અમદાવાદમાં સૌપ્રથમ આયુર્વેદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? Ans: ભિક્ષુ અખંડાનંદ

771 અત્તર અને સુગંધી દ્રવ્યોનો ઉદ્યોગ કયા શહેરમાં વિકસ્યો છે ? Ans: પાલનપુર

772 ભકત કવયિત્રી ગંગાસતીનું વતન કયું હતું? Ans: સમઢિયાળા (જિ. ભાવનગર)

773 ગોવર્ધનરામે પોતાની પુત્રીનું ચરિત્ર કયા પુસ્તકમાં આલેખ્યું છ